Showing posts with label Milk. Show all posts
Showing posts with label Milk. Show all posts

Tuesday, November 27, 2012

મસાલા વાળું દૂધ

અત્યાર સુધી તમે મસાલા વાળી ચાનું નામ સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય મસાલા વાળું દૂધ પીધું છે? નહીં ને ? પરંતુ હું તો દરરોજ મસાલા વાળું દૂધ પીવ છું.

બોર્નવીટાને હું મસાલો કહું છું અને તે નાખ્યા વગર હું દૂધ પીતી નથી. કોઇ મને કહે કે દૂધમાં બોર્નવીટા નાખવું છે તો મારો જવાબ "ના" માં હોય છે પરંતુ દૂધમાં મસાલો નંખાવવા માટે હું હંમેશા તત્પર હોઉં છું. આ ફોટાઓ જુઓ કેવી તલ્લીનતાથી હું મસાલા વાળું દૂધ પીવ છું.




- તમારી જિત્વા

Saturday, July 10, 2010

દૂધ એક સંપૂર્ણ આહાર



આજે મમ્મી જયારે મને દૂધ પીવડાવતી હતી ત્યારે મેં જાતે જ દૂધ પીવાનો પ્રયત્ન કર્યો અને મમ્મીના હાથમાંથી બોટલ લઈને હું જાતે જ દૂધ પીવા લાગી હતી. કેમ કે વાર લાગે તે થોડું ચાલે ?

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે મારા પ્રયત્નમાં હું કેટલી સફળ રહી. તમે આ પોસ્ટ વાંચો હું ચાલી દૂધ પીવા.

- તમારી જિત્વા